સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે
Wednesday, 25 September 2019

NCERT અંતર્ગત પેડાગોજીની તાલીમ NISHTHA

               NCERT ન્યૂ દિલ્હી તરફથી સમગ્ર દેશમાં એક સાથે  અને એક જ વિષય સંદર્ભે અને શાળાના મુખ્ય શિક્ષકો અને શિક્ષકોની સમગ્ર પ્રગતિ માટે રાષ્ટ્રીય પહેલ રૂપે તાલીમનું આયોજન કરવામાં આવ્યું. 
            ભારત જ્યારે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અને વિવિધ ધર્મ, ભાષા, સંપ્રદાય ધરાવતા પ્રદેશો હોય અને આવા વિવિધતા ધરાવતા બાળકોનું જ્યારે શિક્ષણકાર્ય વિવિધ રાજ્યોની શાળાઓમાં કરાવવામાં આવે છે ત્યારે તેમાં વિવિધ પ્રકારની સમસ્યાઓનું નિર્મણ થાય છે. NCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ અને તેને અનુરૂપ તૈયાર થયેલ પાઠ્યક્રમની અમલવારી બાબતે તેમજ સમાવિષ્ટ અધ્યયન નિષ્પત્તિ સુધી પહોંચતા શિક્ષકને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 
        આ બધી સમસ્યાઓને જોતાં ભારત રાજ્યના તમામ રાજ્યોમાં અધ્યાપન કાર્ય જોડયેલા શિક્ષકો માટે ભારત સરકારના  ફ્લેગ શીપકાર્યક્રમ અંતર્ગત અને NCERT ન્યૂ દિલ્હી દ્વારા માર્ગદર્શિત સમગ્રશિક્ષા અભિયાન કાર્યક્રમની પેડાગોજી તાલીમ ( NISHTHA : National Initiative for School Heads' and Teachers' Holistic Advancement ) ભાવનગર જિલ્લાના જૈનોના પવિત્રધામ પાલીતાણા ખાતે તારીખ 22.09.2019 થી 27.09.2019 દરમિયાન આયોજીત કરવામાં આવી.   
        આ માટે પંચમહાલ જિલ્લા વતી અલગ અલગ  તાલિકામાંથી કી રિસોર્સ પર્સન તરીકે 20 જેટલા શિક્ષક સી.આર.સી. કો.ઓ. મિત્રોની પસંદગી કરવામાં આવી. જેમાં હાલોલ તાલુકામાંથી કિરણસિંહ ચાવડા, સી.આર.સી. કો.ઓ.તરખંડા , બાલકૃષ્ણ પટેલ સી.આર.સી. કો.ઓ. ગંભીરપુરા, સુદીપસિંહ ચૌહાણ આ.શિ. ઇન્દ્રાલ, દિલીપભાઇ રાવળ, એસ.આર.જી. સામાજિકવિજ્ઞાનની પસંદગી કરવામાં આવી.
કલા સંંમલિત શિક્ષણ અંતર્ગત નાટક 
      22.09.2019 ના રોજ હાલોલ ખાતેથી મુસાફરી કરી પવિત્ર ધામ સાળંગપુર ના દર્શન કરી પાલીતાણા પહોંચ્યા. મંદિરોની ભૂમિ ગણાતું આ પવિત્ર ધામ મનને શાંતિ અર્પનારું છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી અમારું નિવાસ રાજેન્દ્રભુવન ખાતે ફાળવવામાં આવ્યું. અને 04.00 વાગ્યે જનરલ સેશન શરૂ કરવામા6 આવ્યું. જેમાં GCERTના નિયામક સાહેબશ્રી ટી.એસ.જોષી સાહેબ દ્વારા NCERT ન્યૂ દિલ્હી તરફથી પધારેલ પ્રોફેસર અને એક્સપર્ટ મિત્રોનું  સ્વાગત કરવામાં આવ્યું.  અને જરૂરી માર્ગદર્શન કરવામાં આવ્યું. સાથે GCERT વેબપોર્ટલની માહિતી, હેલ્પલાઇન એપ્લીકેશન, અને વન્દે ગુજરાત ચેનલ વિશે માહિતી પણ આપવામાં આવી.  જેમાં આ તાલીમ NISHTHA : National Initiative for School Heads' and Teachers' Holistic Advancement અંગે જરૂરી વિચાર સ્પષ્ટ કરવામાં આવ્યો.
      આ તાલીમ સમગ્ર દેશમાં એક સાથે અને એક જ વિષય સાથે આયોજિત કરેલ છે. જેમાં NCERT ન્યૂ દિલ્હીથી પધારેલ 32 તજજ્ઞો મારફત તાલીમ આપવામાં આવનાર છે. છ દિવસ 12+5  મોડ્યુલ અને 18 સેશનમાં તેને વિભાજિત કરેલ છે. સૌ પ્રથમ જિલ્લા વાર જૂથ અને વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું. અમારો વર્ગ બેંગલોર ભવન ખાતે ફાળવવામાં આવ્યો જેમાં પંચમહાલ, પાટણ, વલસાડ અને રાજકોટ જિલ્લાના કી.આર.પી. હાજર હતા.

23.09.2019 ને બીજો દિવસ:
પ્રો. સુરેશ મકવાણા NCERT,  ન્યૂ દિલ્હી
         પ્રથમ સત્રમાં પ્રો. સુરેશ મકવાણા NCERT,  ન્યૂ દિલ્હી દ્વારા કલા સંકલિત શિક્ષણ વિષય અંતર્ગત જિવન અને શિક્ષણમાં કલાનું મહત્વ સમજાવવામાંઆવ્યું તેમજ કલા આધારિત જૂથકાર્ય અને પ્રવૃતિ કરાવવામાં આવી.
પ્રો,રતનમાલા આર્યા, NCERT ન્યૂ દિલ્હી
          બીજા સત્રમાં પ્રો,રતનમાલા આર્યા, NCERT ન્યૂ દિલ્હી દ્વારા શાળાઓમાં અરોગ્ય અને સુખાકારી સંદર્ભે માર્ગદર્શન જરૂરી આંકડાકીય માહિતી બાળ સંરક્ષણ જેવી વિવિધ બાબતોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું અને જરૂરીપ્રોજેક્ટ કાર્ય કરાવવામાં આવ્યું.


24.09.2019 ને ત્રીજો દિવસ:
પ્રો. ઇન્દુકુમાર મેડમ, NCERT ન્યૂ દિલ્હી 
         પથમ સત્રમાં પ્રો. ઇન્દુકુમાર મેડમ, NCERT ન્યૂ દિલ્હી દ્વારા ICT નો શિક્ષણમાં ઉપયોગ શિક્ષણ અને મૂલ્યાંકન સંદભે જરૂરી માર્ગદર્શન અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું. જેમાં તેમણે NISHTHA પોર્ટલ અને એપ્લીકેશન બાબતે પણ જરૂરી માર્ગદર્શન કર્યું.
પ્રો. રૂચિ શુક્લા, NCERT ન્યૂ દિલ્હી
       


બીજા સત્રમાં પ્રો. રૂચિ શુક્લા, NCERT ન્યૂ દિલ્હી દ્વારા વૈયક્તિક સામાજિક ગુણોનો વિકાસ અને સલામત તેમજ સ્વસ્થ શાળા ભાવાવરણનું નિર્માણ આ બાબતે પોતાના સાયકોલોજીકલ જ્ઞાનથી સુંદર માર્ગદર્શન કરવામાં આવ્યું.
        
પ્રો.આયુષ્યમાન ગોસ્વામી NCERT ન્યૂ દિલ્હી
ત્રીજા સત્રમાં પ્રો.આયુષ્યમાન ગોસ્વામી NCERT ન્યૂ દિલ્હી દ્વારા અભ્યાસક્રમ, અધ્યેતાકેન્દ્રી અધ્યાપન, અને અધ્યયન નિષપત્તિઓ અને સમાવેશી શિક્ષણ પર પોતાના રમૂજીપણા સાથે વિશેષ માર્ગદર્શન કર્યુંઅને વિવિધ પ્રવૃતિઓ દ્વારા સમગ્ર વર્ગની પોતાની સાથે જોડી રાખ્યો.
       


પ્રો.મીનાક્ષી મેડમ, NCERT ન્યૂ દિલ્હી
ચોથા સત્રમાં પ્રો.મીનાક્ષી મેડમ, NCERT ન્યૂ દિલ્હી દ્વારા ભાષા શિક્ષણનું પદ્ધતિશાસ્ત્ર આ વિષય પર ભાર મૂકી માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં બાળવાર્તાનું મહત્વ બાળગીતો અને ચિત્રો દ્વારા શિક્ષા તેમજ મૂલ્યાંકન બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. 

  25.09.2019 ને ચોથો દિવસ:
પ્રો.ઇન્દુકુમાર NCERT ન્યૂ દિલ્હી
          આજના પહેલા સત્રમાં સૌ પ્રથમ વર્ગનિયામક એવા ધર્મેશભાઇ પટેલ લેક્ચરર, ડાયેટ આણંદ તરફથી આગલા દિવસના અહેવાલ માટે પાસ ઓન પ્રવૃતિ કરાવવામાં આવી. ત્યારબાદ પ્રો. ઇન્દુકુમાર મેડમે INITIATIVE IN SCHOOL EDUCATION વિષય પર મર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત સમગ્ર શિક્ષા અભિયાનની રચના કેમ કરવી પડી. આ ઉપરાંત દેશના વિકાસ માટે નક્કી કરેલ 17 જેટલા  SUSTAINABLE DEVELOPMENT GOALS (SDGS) વિશે બૃહદ ચર્ચા કરવામાં આવી. સાથે શિક્ષણના હાલના પ્રશ્નો અને NCERT નો તેમાં રોલ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. NCERT પોર્ટલ પર ડિસ્કશન ફોરમમાં ભાગ લેવા તથા પોતાના વિચારો રજુ કરવા પણ જણાવ્યું.
પ્રો.અભય અવસ્થી CHILDLINE FOUNDATION 
        

     બીજા સત્રમાં PROTECTION OF CHILDREN FROM SEXUAL OFFENCES (POCSO) Act, 2012, વિશે ની સમજ આપવા માટે પ્રો.અભય અવસ્થી અને પ્રો. ત્રીશા બેનેટીક્સ કે જેઓ CHILDLINE INDIA FOUNDATION માંથી આવે છે તેમણે પોક્સો એક્ટ અંતર્ગત સૌ પ્રથમ પ્રિટેસ્ટ દ્વારા શરૂ કરી બાળકના હકો, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098( 10,9,8) વિશે સમજ આપવામાં આવી. આ ઉપરાંત UNITED NATIONS CONVENTION ON THE RIGHTS OF THE CHILD (UNCRC) ની ચર્ચા કરવામાં આવી. 

હાલોલ કે.આર.પી. ટીમ
જેમાં 54 આર્ટિકલ જેમાંથી શરૂઆતના 1 થી 40 આર્ટિકલએ બાળકોના હક અને આર્ટિકલ એ 41 થી 54 સરકારની જવાબદારી વિશેના છે તેની સમજ આપવામાં આવી. ઉપરાંત આ એક્ટ હેઠળ શાળા કક્ષાએ કઇ બાબતની કાળજી રાખવી. બાળકના હક સંતોષાય તે માટે કેવી પ્રવૃતિઓનુંઆયોજન કરવું, બાળકોનું જાતીય શોષણ અને તેને જાણવા માટેના લક્ષણો અને ચિહ્નો વિશે  સમજ આપવામાં આવી.

પ્રો.પતંજલી શર્મા  NCERT  અજમેર (RIE)

     ત્રીજા સત્રમાં પ્રો. પતંજલી શર્મા,,શિ. પ્રો. Regional Institute of Education (RIE) NCERT અજમેર દ્વારા ગણિત શિક્ષણનું અધ્યાપનશાસ્ત્ર  વિષય પર પોતાનું માર્ગદર્શન આપ્યું. જેમાં ગણિત જેવા વિષયમાં જ્યારી બાળકોને નીરસતા લાગે છે ત્યારે કેવી પ્રવૃતિઓ દ્વારા બાળકને ગણિત પ્રત્યે રસ જગાડી શકાય અને બાળકને ચર્ચામાં જોડવા કેવા કોયડા પ્રશ્નો મૂકી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત (PISA) PROGRAMME FOR INTERNATIONAL STUDENT ASSESSMENT અંતર્ગતની કસોટી અને મૂલ્યાંકન સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું.
 પ્રો.રચના ગર્ગ NCERT ન્યૂ દિલ્હી 
     

          ચોથા સત્રમાં પ્રો. રચના ગર્ગ (DESM)  NCERT ન્યૂ દિલ્હી દ્વારા પર્યાવરણ શિક્ષણનું અધ્યાપનશાસ્ત્ર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં તેમને પર્યાવરણનો વિકાસક્રમ અને બાળકના અનુભવનું જ્ઞાન વિસ્તારવાની વાત કરવામાં આવી. તેમને અધ્યયન નિષ્પત્તિ અને તે સુધી પહોંચવા માટે કેવી પ્રવૃતિ કરવી તેનું માર્ગદર્શન આપ્યું. હેતુ અને અધ્યયન નિષ્પત્તિ વિશે સમજ આપવામાં આવી. બાળકના વર્તન વ્યવહારમાં અપેક્ષિત પરિવર્તન આવવું જરૂરી છે તે બાબતે સમજ આપવામાં આવી. પર્યાવરણ શિક્ષણને રસપ્રદ બનાવવા માટેની વિવિધ એક્ટિવિટિ  કરાવવામાં આવી અને તેનીવર્ગ સમક્ષ ચર્ચા કરવામાં આવી.
      

પર્યાવરણ શિક્ષણ પ્રવૃતિ

ભાવનગર જિલ્લાના શિક્ષકો દ્વારા લોકડાયરો
              
      રાત્રિ સેશનમાં ડાયેટ ભાવનગર અને GCERT  ના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાના શિક્ષકો દ્વારા લોકડાયરો રજૂ કરવામાં આવ્યો. જેમાં રમણિકભાઇ ધાંધલીયા, શ્યામભાઇ મકવાણા, અને પંકજભાઇ દ્વારા ગુજરાતી ભાષાને ઉજાગર કરતી અનેક કૃતિ રજૂ કરવામાં આવી. સાથે જલયભાઇના તબલાના તાલ મનને મોહી લે તેવા હતા. આ ડાયરાનો લાભ GCERT ના નિયામકશ્રી ટી.એસ.જોશી સાહેબ અને હરેશભાઇ ચૌધરી સાહેબ તેમજ  NCERT ન્યૂ દિલ્હીથી પધારેલ  એક્સપર્ટ ટીમ દ્વારા લેવામાં આવ્યો.  


લોકડાયરાનો લાભ લેતા શિક્ષકો અને જી.સી.ઇ.આર.ટી અને એન.સી.ઇ.આર.ટી. ટીમ     
 
Wednesday, 18 September 2019

ઇનોવેશન ઇન એજયુકેશન KRP તાલીમ

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર આયોજિત સાથે નયારા એનર્જી લિમિટેડ અને આઇ ટુ વી ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના  સંયુક્ત પ્રયાસોથી ચાલતા નવતર - એ સેન્ટર ફોર ઇનોવેશન ઇન એજ્યુકેશન અંતર્ગત રાજ્યના જિલ્લાવાર કી રિસોર્સ પર્સન(KRP)  ની બે દિવસીય તાલીમનું આયોજન લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા તા.સિહોર જિ.ભાવનગર ખાતે તા. 20.08.2019 થી 22.08.2019 દરમિયાન યોજવામાં આવી.    
      જેમાંં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા પંચમહાલ જિલ્લા માટે  કિરણસિંહ ઝવરસિંહ ચાવડાની પસંદગી કરવામાં આવી હતી.   તા. 20.09.2019 ના રોજ તાલીમ માટે મુસાફરી કરવામાં આવી જેમાં સાથે દાહોદ જિલ્લામાંથી મિરલ શેઠ, છોટાઉદેપુર જિલ્લામાંથી કેશરસિંહ રાઠવા, વડોદરા જિલ્લામાંથી તુષાર સોની અને મહિસાગર જિલ્લામાંથી શૈલેશભાઇ પટેલ પણ જોડાયા. 20.09.2019 ના રોજ રાત્રિ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી ભોજન લેવામાં આવ્યું. ત્યારબાદ રાત્રિ સેશન દરમિયાન પાર્થિવભાઇ તરફથી https://www.gapminder.org/  વેબસાઇટની મદદથી વિશ્વના દેશોની અલગ અલગ પાસામાં સરખામણી કરીને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યુ.
        લોકભારતી સંસ્થા વિશે વાત કરીએ તો નાનાભાઇ ભટ્ટ દ્વારા શરૂ કરેલ આ સંસ્થા આજે વિશાળ થઇ ગયેલ છે. અને તેનું અયોજન,સ્વચ્છતા, અને કુદરતી સાનિધ્યમાં અને કુદરતી સંશાધનોની જાળવણી મન મોહી લે તેવી છે. સંસ્થાના પરિસરમાં આવેલ તમામ બાંધકામ મૂકેલ તમામ વસ્તુઓ, બાગ બગીચા, વૃક્ષો શિલ્પો દરેકમાંથી કાંઇક ને કાંઇક શીખવા મળે છે. અહીંં અભ્યાસ કરતા બાળકોમાં વિવેક અને શિષ્ત પણ જોવા મળ્યું. 
      બે દિવસીય તાલીમ દરમિયાન આઇ ટુ વી ફાઉન્ડેશનમાથી પાર્થ તેરૈયા દ્વારા ટેકનિકલી માર્ગદર્શન જેમાં http://gcertnavtar.in/  વેબસાઈટ નુું માર્ગદર્શન આપવામાં  આવ્યુંં. તેમજ તે સંસ્થામાંથી આવેલ અમૃતાબેન બધેકા દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત મહેન્દ્રભાઇ ચોટલીયા સાહેબ દ્વારા બે દિવસમાં શિક્ષણ પ્રક્રિયા, પેડાગોજી, ભાષા અર્થગ્રહણ અને શિક્ષણમાં ઇનોવેશન એટલે શું? તેના વિશે સુંદર અને સચોટ માર્ગદર્શન કરવામાં આવ્યું તેમજ ભાષા વ્યવહાર અને વર્ગને જીવંત કઇ રીતે બનાવી શકાય તેનું માર્ગદર્શન પ્રાયોગિક રીતે આપવામાં આવ્યું.   
  આ ઉપરાંંત ભાવનગર જિલ્લાના રાજપરા સ્થિત પ્રખ્યાત મા ખોડિયાર મંદિરના દર્શન કરી આશિર્વાદ લેવામાં આવ્યા. ઉપરાંત સાંઢેડા મહાદેવ ના દર્શન અને ભાવનગરના થાબડી પેંડાનો લાભ લેવામાં આવ્યો.
"વર્ગખંડ શિક્ષણની નવી તરાહ" કે.આર.પી.તાલીમ વર્ગ સુરત

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર આયોજિત અને સુરત ડાયેટ ખાતે "વર્ગખંડ શિક્ષણની નવી તરાહ " વિષય પર  કે.આર.પી. તાલીમનું આયોજન તા.12.08.2019 થી 14.08.2019 સુધી દિન 3 (ત્રણ) માટે કરવામાં આવ્યું. જેમાં દરેક જિલ્લામાંથી ડાયેટ મારફતે પદ્ધતિ અને અભિગમના જાણકાર અને ઉત્સાહી શિક્ષક/મુખ્ય શિક્ષક/સી.આર.સી./બી.આર.સી. કો.ઓર્ડીનેટરની પસંદગી કરવામાં આવી હતી. સાથે ડાયેટ તરફથી એક ડાયેટ લેક્ચરરની પસંદગી કરવામાં આવી હતી. જેમાં પંચમહાલ જિલ્લા વતી ડાયેટ સિનિયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબ, ચાવડા કિરણસિંહ સી.આર.સી.કો.ઓ.તરખંડા, હાલોલ,  પટેલ કૌશિકકુમાર સી.આર.સી.કો. અંબાલી છાત્રાલય, ગોધરા, સિસોદિયા મહીરાજસિંહ સી.આર.સી.કો.ઓ. ગદૂકપુર, ગોધરા ના ઓએ હાજરી આપી હતી. જે માટે તા. 12.08.2019 ના રોજ હેડ્ક્વાટર થી મુસાફરી કરી રજિસ્ટ્રેશન સમયે અમે ડાયેટ સુરત પર પહોચ્યા. ત્યા રજિસ્ટ્રેશન અને સાંજનું સેશન ભોજન પૂર્ણ કરવામાં આવ્યું. ત્યારબાદ તા. 13.08.2019 ના રોજ આયોજન મુજબ સુરત સ્થિત મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 10.00 કલાકે હાજર થયા જ્યાં તે સ્કૂલ ખાતે ઉપયોગમાં લેવામાં આવતી વર્ગખંડની પદ્ધતિ અને અભિગમનો ખ્યાલ મેળવવો એ તાલીમનો મુખ્ય હેતુ હતો. પહેલા દિવસે અંગ્રેજી સંકલ્પના બાળકને સ્પષ્ટ કઇ રીતે કરાવવી અને વ્યવહારમાં કઇ રીતે લાવવી તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત માનનીય શિક્ષણ સચિવ શ્રી ડૉ.વિનોદરાવ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા પણ કરવામાં આવી.

          બીજા દિવસના સેશનમાં અત્રેની શાળાની વર્ગ મુલાકાત અને તેમાં ઉપયોગમાં લેવાતી શિક્ષણ પદ્ધતિ વિશે નિદર્શન કરવામાં આવ્યું. જેમાં બાળકો શિક્ષણ પ્રક્રિયામાં ઉત્સાહથી ભાગ લેતા હતા અને નેતૃત્વ પણ કરતા હતા. આ દિવસે સચિવ શ્રી જી.સી.ઇ.આર.ટી. શ્રી બી.સી.સોલંકી સાહેબ દ્વારા નવી શિક્ષણ પદ્ધતિઓ અને અભિગમ  અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવ્યું. આમ બે દિવસની તાલીમમાં અંગ્રેજી પાયાના શીખવવાના મુદ્દા અને વિષય / ભાષા વ્યવહાર પર લઇ જવાની બાબતોનું માર્ગદર્શન મેળવ્યું.  


Saturday, 3 August 2019

SOFT MATERIAL CREATION WORKSHOPGCERT ગાંધીનગર અને ડાયટ સંતરામપુર દ્વારા પ્રાથમિક શાળામાં ICT શિક્ષણ મળી રહે તે હેતુસર NCERT ના નવીન પાઠ્યપુસ્તક ધોરણ 4 પર્યાવરણ અને ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયનું સોફ્ટ મટેરિયલ ડેવલોપમેન્ટ અંતર્ગત એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તા.30.07.2019 થી 31.07.2019 સુધી દિન 2 માટે ગોધરા અંબાલી છત્રાલય ( બી.આર.સી. ભવન )  ખાતે આયોજન કરવામાં આવ્યું. જેનું સફળ સંચાલન ડાયટ સંતરામપુર સિનિયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવ્યું. 
     આ તાલીમમાં તાલુકા દીઠ કમ્પ્યૂટર ના જાણકાર શિક્ષક અને સી.આર.સી. કો.ઓ. તેમજ વિષય જાણકાર શિક્ષકોને હાજર રહેવા હુકમ કરવામાં આવેલ હતા. જેમાંં સૌપ્રથમ વિષય જાણકાર શિક્ષકોની મદદથી હાર્ડકોપીમાં મટિરિયલ તૈયાર કરવામાં આવ્યુંં અને ત્યારબાદ કમ્પ્યૂટર જાણકાર સી.આર.સી.કો.ઓ. કે શિક્ષક મારફતે તેને વિડિયો, પ્રેઝન્ટેશન કે અન્ય રીતે સોફ્ટ્કોપી તૈયાર કરવામાં આવ્યું અને તેનું નિદર્શન જે તે તાલુકાની ટીમ દ્વારા તાલીમ વર્ગમાં કરવામાં આવ્યું. વર્કશોપમાં દર્શાવેલ વિષય અને ધોરણ મુજબ સોફ્ટ મટેરિયલ તૈયાર કરી આગામી દિવસોમાંં યોજાનાર  સદર વિષયોની શિક્ષક તાલીમમાં તેનો ઉપયોગ થનાર છે.   

TRAINING OF TEACHERS IN COMPUTER EDUCATION

તા. 25.07.2019 થી ત.27.07.2019 સુધી દિન ત્રણ માટે ORACLE કંપનીના અને ડૉ.વિક્રમ સારાભાઇ સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટરના માધ્યમથી  અને જી.સી.ઇ.આર.ટી. સંંલગ્ન અને ડાયટ સંતરામપુર મારફત આયોજિત તાલીમનું આયોજન શ્રી એમ જી શાહ હાઇસ્કૂલ,કાંંકણપુર ખાતે કરવામાં આવ્યુ. જેમાં ડૉ.વિક્રમ સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાંથી આવેલ તજજ્ઞશ્રીઓ દ્વારા ઓપનસોર્સ સોફ્ટવેર જે, કે TUX PAINT, SCRATCH 2, TURTLE ART, SPREADSHEET વિશે પ્રાયોગિક સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.


તેમજ તેનો શિક્ષણમાંં ઉપયોગ થઇ શકે છે તેની માહિતી અને માર્ગદર્શન આપવમાં આવ્યું. ડાયટ સિનયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબ દ્વારા  તાલીમનું સફળ સંચાલન કરવામાં આવ્યું.Saturday, 9 February 2019

ICT TRAINING-PANCHMAHAL


                 તા.07-02-2019 અને તા.08-02-2019 ના રોજ બી.આર.સી.ભવન ગોધરા (અંબાલી છાત્રાલય) ખાતે બે દિવસીય ICT TEACHERS TRAINING-2019 નું આયોજન કરવામાં આવ્યું.
 જેમાં ડાયેટ સંતરામપુરના સિનિયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ અને 13 માસ્ટર ટ્રેનર્સને ફાળવેલ ટ્રેનિંગ સેશન સાથે 120 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી.ફાળવેલ ટાઇમ ટેબલ મુજબ તાલીમની શરૂઆત કરવામાં આવી.


 સૌ પ્રથમ સંતરામપુર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સિનિયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબ દ્વારા તાલીમ આયોજન અને સંકલ્પના તેમજ શાળા અને વર્ગ સુધી આઇ.સી.ટી.નો ઉપયોગ અને મહત્વ વિશે સમજ આપવામાં આવી. 


સદર બે દિવસ દરમિયાન આ  ટાઇમ ટેબલ ઉપરાંત બારીઆ ઇશ્વરસિંહ દ્વારા ઇન્ટરેક્ટિવ એચ.ટી.એમ.એલ. પેજ મારફતે શૈક્ષણિક રમત, વિઠ્ઠલભાઇ પટેલ દ્વારા કાઇન માસ્ટર વિડિયો એડિટિંગ એપ્લીકેશન, એન.સી.ઇ.આર.ટી. બેઝ્ડ નવા અભ્યાસક્રમ (ગણિત વિજ્ઞાન ધોરણ-7-8) ના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આધારિત વિડિયો સોફ્ટવેર, અમીતકુમાર પટેલ દ્વારા યુ-ટ્યુબ ચેનલ અને વિડિયો અપલોડ કરવાની પદ્ધતિ, કિરણસિંહ ચાવડા દ્વારા જી.સી.ઇ.આર.ટી ડિજિટલ ડેસ્ક, ગુગલ મેપ લોકેશન એડિટિંગ અને ઇન્ટરનેટ ઉપયોગ દરમિયાન રાખવાની સાવચેતી વિશે તાલીમ આપવામાં આવી. તાલીમમાં ઉપસ્થિત સર્વે તાલીમાર્થી અને તજજ્ઞો દ્વારા પોતાના લેપટોપ અને મોબાઇલ મારફતે તાલીમ સ્થળે પ્રેક્ટિકલ દ્વારા શૈક્ષણિક મોબાઇલ એપ્લીકેશન અને શૈક્ષણિક કમ્પ્યૂટર સોફ્ટવેર નો લાભ લીધો. અને મુશ્કેલીનું નિવારણ પ્રશ્ન ચર્ચા દ્વારા મેળવ્યું. અંતે બે દિવસની તાલીમ બાદ અંતે ગુગલ ફોર્મ મારફ્તે તાલીમના અભિપ્રાય પણ લેવામાં આવ્યા. આમ નવીન સંકલ્પના સાથેની ટેકનોલોજી જ્ઞાનની તાલીમ આકર્ષક વિષવસ્તુ, પ્રેક્ટિકલ જ્ઞાન, સુંદર રિફ્રેશમેન્ટ વ્યવસ્થા સાથે પૂર્ણ કરવામાં આવી.

Wednesday, 30 January 2019

નિદાન કસોટી તાલીમ

                    આજ રોજ તરખંડા સી.આર.સી. ખાતે જીસીઇઆરટી અને શિક્ષણવિભાગ આયોજિત ધોરણ-2 નિદાન કસોટી લેવાની હોય તે બાબતની ટેલીકોન્ફરન્સ આધારિત તાલીમ યોજવામાં આવી. 

                    આ તાલીમમાં સી.આર.સી. સમાવિષ્ટ 12 શાળાઓના ધોરણ ૩ માં ગણિત અને ગુજરાતી ભણાવતા વિષયશિક્ષકો હાજર રહ્યા. આ સાથી મુખ્ય શિક્ષક બેઠકનું આયોજન પણ કરવામાં આવેલ હતું. તાલીમ દરમિયાન બાયસેગ સ્ટુડિયોમાં હાજર શ્રી હરેશભાઇ ચૌધરી સાહેબ (અભ્યાસક્રમ કો.ઓ. જીસીઇઆરટી) દ્વારા નિદાન કસોટી સંંકલ્પના વિશે અને મહત્વ વિશે સમજ અને માર્ગદર્શન આપ્યું. ૩૧.૦૧.૨૦૧૯ અને ૦૧.૦૨.૨૦૧૯ દરમિયાન લેવાનાર કસોટી ની સંપૂર્ણ રૂપરેખા અને પૂરા દિવસની કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ  સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ દ્વારા વિવિધ ઉદાહરણ સાથે નિદાન અને ઉપચાર તેમજ ઝડપી શીખતા બાળકો અને ધીમી ગતિએ શીખતા બાળકો વિશે અને બાળકોની ક્ષમતા વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. ફાઉન્ડેશનલ લર્નિંગ પર ભાર મૂકવા માટે જણાવ્યું. સાથે વાંચન -લેખન-ગણન કૌશલ્યોની ખીલવણી કરવા અને સાચી નિદાન પ્રકૃયા વિશે સમજ આપી.  

                     માનનીય શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા શિક્ષણ વિભાગ અને ગુજરાત શિક્ષણની સ્થિતી અને કરવામાં આવતા વિવિધ પ્રયત્નો વિશે ચર્ચા કરવામાં આવી સાથે હજુ આગળ વધવા અને સુધારાત્મક કામગીરી બતાવવા માટે બનતા પ્રયત્નો કરવા હાકલ કરવામાં આવી.  રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિભાવરીબેન દ્વારા માનનીય વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા ૨.૦ કાર્યક્રમના અંશોની યાદ કરી વિવિધ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું. નિદાન અને ઉપચારની ખરી રીતો વિશે માર્ગદર્શન આપ્યું.  સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી ભારતી મેડમ દ્વારા શિક્ષણમાં ચાલતા વિવિધ સુધારાત્મક કાર્યક્રમો અને યોજનાઓ વિ સમજ આપી શાળા કક્ષાએ અને ગુજરાત શિક્ષણ ટીમ સાથે સંકલનમાં રહી  કામગીરી કરવા સૂચન અને માર્ગદર્શન કર્યું.  ઉપરાંત એમ.આઇ.એસ એસ.એસ.એ. આસીફભાઇ દ્વારા નિદાન કસોતી બાદની ઓનલાઇન ડેટા એન્ટ્રી પ્રક્રિયાની સમજ આપવામાં આવી. અંતમાં વોટ્સએપ માધ્યયમથી મૂંંઝવતા પ્રશ્નો મેળવી તેનો સંતોષકરક પ્રત્યુતર પણ આપવામાં આવ્યો. આમ ૧૧.૦૦ થી ૧૩.૦૦ સુધીની બાયસેગ મારફતે તાલીમ પૂર્ણ કરવામાંં આવી.